ઘણી બધી મલ્ટિસ્પેશિયલ હોસ્પિલ્સ મફત આપી, શાળાઓ બનાવી અને કરોડો લોકોની જિંદગીઓ બનાવી અને બચાવી...!! તેમના મૃત્યુથી આખી દુનિયા રડી રહી છે.
રતન ટાટાના જીવનનું ₹829,734 કરોડનું દાન પુણ્ય...!!
1. લાઈફટાઈમ અચિવમેન્ટને સ્વીકાર્યું નહીં.
વર્ષ 2018માં, કિંગ ચાર્લેસ ત્રીજા (એના પછી પ્રિન્સ ચાર્લેસ) દ્વારા રતન ટાટાને એમના ઉત્કૃષ્ટ કામ માટે લાઈફ ટાઈફ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા માંગતા હતા પણ ટાટાએ ના પાડી.
શું કામ ના પાડી? કેમકે એમનો કુતરાની તબિયત ઠીક ન હતી અને તેઓ એને આવી હાલતમાં છોડીને જવા નહોતા માંગતા...!!
2.બીમાર પૂર્વ કર્મચારીઓ સાથે મુલાકાત:
એકવાર તેઓને જાણ થઈ કે તેનોના એક એક્સ-એમ્પલોય છેલ્લા 2 વર્ષથી બીમાર છે. 84 વર્ષની ઉમરે રતન ટાટા મુંબઈથી પૂણે ટ્રાવેલ કરીને પૂર્વ કર્મચારીની ખબર-અંતર પૂછવા ગયા, જેમાં મીડિયા અને પબ્લિસિટી ક્યાંય ઇનવોલ્વ નહોતી..
3. ભારતની સૌથી શાનદાર હોટલમાં એક શેરી કુતરાનું સ્વાગત :
ટાટાનું ‘ધ તાજ ગ્રુપ’ આખી દુનિયાનું સૌથી રેપ્યૂટેડ ગ્રુપ કે જેની હોટેલ ચેન આખી દુનિયામાં ફેલાયેલી છે. રતન ટાટા તરફથી સ્ટ્રિક્ટ સૂચનાઓ અપાઈ કે હોટેલમાં જો રખડતાં કુતરાઓ આવી જાય તો તેની સાથે સારી રીતે વ્યવહાર કરવો..!!
કુતરાઓ સાથે ખરાબ વ્યવહાર સ્વીકારી લેવામાં નહીં આવે..
4. 26/11 અટેકનો ભોગ બનેલ પરિવારોની મુલાકાતે રતન ટાટા!
26/11 કોને યાદ ન હોય? સૌએ પોતપોતાનું દુખ વ્યક્ત કર્યું, દેશ માટે ખરાબ લાગ્યું પણ આ એક સાચો રતન હતો, તેઓએ 26/11 હુમલાથી પ્રભાવિત મુંબઈના 80 પરિવારો સાથે વ્યક્તિગત મુલાકાત લીધી. એ સિવાય ટાટા ગ્રુપ દ્વારા તેઓના બાળકોની શિક્ષા કવર કરવામાં આવી.
આર્મી, પોલીસને કહીં દીધું કે, "મારી તાજ આખી તોડવી પડે તો તોડી નાખજો પણ એક પણ આતંકી જીવતો ન રહેવો જોઈએ!!"
5. સરળ સાદુ જીવન..!
પોતાના બેન્ક એકાઉન્ટમાં ભલે ખરબો રૂપિયા હોય પણ ટાટા હમેશા ડાઉન ટુ અર્થ રહ્યા. તે હમેશા તેની કારમાં ડ્રાયવરની બાજુની સીટમાં બેસતા , જ્યારે ડ્રાયવર થાકી જાય ત્યારે ખુદ કાર ચલાવતા અને ડ્રાયવરને કારમાં જ આરામ કરવાની વિનંતી કરતાં.
6. શૈક્ષણિક મદદ..!
શિક્ષામાં લાખો વિદ્યાર્થીઓની મદદ કરી. ખૂબ ઓછા લોકોને ખબર છે કે રતન ટાટાની લીડરશિપ હેઠળ ટાટા દ્વારા 28 મિલિયન ડોલર માત્ર ને માત્ર કોર્નેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે આપવામાં આવ્યા છે.
7. તમે ભારત રત્નની માંગ બંધ કરો.!!
ભારત રત્નએ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. લોકોએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવતા હતા કે રતન ટાટાને ભારત રત્ન આપવામાં આવે પણ ટાટા સાહેબે લોકોને રોક્યા અને કહ્યું કે દેશ માટે કામ કરવું એ મારા માટે ખૂબ ગૌરવપૂર્ણ વાત છે, હું દેશની સમૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપું છું મને એના કોઈ એવોર્ડ ની જરૂર નથી.
8. છુપાયેલ બાળપણ..!
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈએ કમેન્ટ કરીને રતન ટાટાને ‘છોટુ’ તરીકે કમેન્ટ કરી. ત્યારે રતન ટાટાના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર્સ હતા. લોકોએ ‘છોટુ’ વાળી કમેન્ટમાં જ એ વ્યક્તિનો ઉધડો લીધો ત્યારે ટાટા સાહેબે જે રિપ્લાય આપ્યો એ જુઓ :
દેશના વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા ઇન્ડસ્ટ્રીનાં મોભી રતન નવલ ટાટાની ચિરવિદાય.
MySAR Academy શત શત વંદન કરે છે ........શ્રદ્ધાંજલિ પાઠવે છે. ઉદ્યોગ ક્ષેત્રે ભારતને વિશ્વ સ્તરે પહોંચાડનાર, દેશમાં ઔધોગિક ક્રાંતિ લાવનારા પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ આદરણીય રતન ટાટાના યોગદાનનાં આપણે સદાયે ઋણી રહીશું. તેમનું ઉદાર અને ઉમદા વ્યક્તિત્વ અને કાર્યો સદાયે સ્મરણમાં રહેશે. 🙏🏻🙏🏻🙏🏻
